Uncategorizedगुजरातताज़ा ख़बरें
Trending

ધાનેરા અને આસપાસ ના ગામો મા બનાસકાંઠા લોકસભા ના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી નો પ્રચાર

મારે તો આ વિસ્તાર મા મહેનત કરવી છે મહેનત એ મારો સ્વભાવ છે. ડો.રેખાબેન ચૌધરી

બનાસકાંઠા ની લોકસભા સીટ પર આ વખતે ભાજપ ના ઉમેદવાર  રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બંને મહિલાઓ વચ્ચે જંગ જામ્યો છે આ વખતે ચૂંટણી મા ઘણા લોકો ભારે ઉત્સાહ મા રસ લઈ રહ્યા છે.બનાસકાંઠામા  ધાનેરા અને આસપાસ ના ગામો જેમ કે વાછડાલ  અલવાડા બાપલા ઋણી  જેવા ગામો મા ભાજપ ના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી નો ઝાંજવતો પ્રચાર છે. ગામો મા ભવ્ય રીતે રેખાબેન ચૌધરી નુ સ્વાગત થયું હતુ અને તેમણે કહ્યુ હતુ કે મારે મહેનત કરવી છે અને મહેનત એ મારા સંસ્કાર નો સ્વભાવ છે. કેન્દ્ર સરકારમાં થી એવા પ્રોજેક્ટો લાવવા છે અને બનાકાંઠાના યુવાનો ને નોકરીની તકો મળે એ માટે જે પણ મહેનત કરવી પડે તે જરૂર કરીશ અને હુ તમારી દીકરી બનનીને આશીર્વાદ લેવા આવી છું  આપણે સો સાથે મળીને રેવાનુ છે અને ગલબાકાકા નો સેવાનો વારસો છે તેને આગળ લઈ જવો છે તમારે જે સામાજિક કે વ્યક્તિગત કામો હોય તે જરૂર થી કામો કરી આપીશ તેની ખાતરી આપુ છું મોદી સાહેબ નો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ મારે તો 36સે કોમ ને સાથે લઈને ચાલવાનું છે.અને આગળ વધતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી લોક સેવા કરનારી પાર્ટી છે.અને અનેક ધાર્મિક સ્થળો નો જીણોદ્વાર મોદી સાહેબ ની આગેવાની મા થયો છે  કાશી મા નાની નાની ગલીયોમા થી દર્શન કરવા જવુ પડતું અત્યારે ભવ્ય કોર્ડીનોર નું નિર્માણ થયુ છે ઉજજેન મા ભવ્ય કોર્ડીનોર નુ નિર્માણ થયુ છે.પાવાગઢ મા મહાકાળી માતાને 500વર્ષ પછી ધજા ચડાવી હોય તો એ આપણા મોદી સાહેબ છે.

Show More
Back to top button
error: Content is protected !!