
ઉધના વિસ્તારમાં માતા નુ ધાવણ લઈને સુતેલી બાળકી નુ મોત નિપજ્યું હતું નવી સિવિલ હોસ્પિટલ પાસે થી મળતી માહિતી મુજબ રાધિકા મહારાષ્ટ્ર થી તેના પિયર ઉધના ખત્રીનગર ખાતે પ્રસૂતિ માટે આવી હતી રાધિકાએ દોઢ માસ અગાઉ કવ્યા નામની દીકરી ને જન્મ આપ્યો હતો શનિવારે મોડી રાત્રે રાધિકાએ કાવ્યાને ધાવણ કરાવીને સુવડાવી દીધી હતી. રવિવારે સવારે કાવ્યાને ઉઠાડતા તે ઉઠી ન હતી જેથી પરિવારજનો કાવ્યાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લઇઆવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કાવ્યા ને મૃત જાહેર કરી હતી