Uncategorizedक्रिकेटगुजरात

પાટણ ગુજરાત ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પાટણ ગુજરાત
ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે પાટણ મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે તારીખ 16 અને 17 માર્ચ એમ બે દિવસીય મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓની જુદી જુદી આઠ ટીમોને ઉપસ્થિત સમાજના મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
પાટણ શહેરમાં સૌપ્રથમવાર મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓ માટે આયોજિત કરાયેલ મોદી પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરનાર મોદી સમાજના યુવા ડોક્ટર ધ્રુમિલ અનિલભાઈ મોદી, એન્જિનિયર જય મોદી અને કિશન મોદી ના આયોજન ની પાટણ મોદી સમાજના લોકો એ સરાહના કરી ત્રણેય મિત્રો નો ઉત્સાહ વધાર્યો હતો.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!