
- હારીજ-ચાણસ્મા હાઇવે પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત; પાંચ ઘાયલ
હારીજ-ચાણસ્મા હાઇવે પર અકસ્માતની ઘટના બનતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. દાંતરવાડા પાસે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે એક સંઘ પગપાળા જતો હતો તે દરમિયાન અજાણ્યા વાહને સંઘને અડફેટે લીધો હતો.મોડી રાત્રે દુર્ધટના બનીઆ ઘટનાની વધુ માહિતી મુજબ બહુચારાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખાતે ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટેલેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચાર લોકોની હાલત ખુબ જ ગંભીર છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી