વડોદરા શહેરમાં રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક દુકાન માં આગ લાગી હતી જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને આજુબાજુ ની ચાર દુકાન પણ આગ ના લપેટા માં આવી હતી ચારે દુકાન આગ માં બળીને ખાખ થઇ ગઇ હતી સવાર નો ટાઇમ હતો એટલે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગની 9 ગાડીઓ આવી ગઇ હતી અને આગ ને કાબૂ માં લીધી હતી