ચોક બજાર પોલિસે ફુલવાડી ભરિમાતા રોડ પરથી એક આરોપીને 10 હજારની કિંમતના 1કિલો ગાંજા સાથે ઝડપી પાડયો હતો. ચોક બજાર પોલિસે નશીલા પદાર્થ નુ વેચાણ કરતા 44 વર્ષીય જયેશ ઊર્ફે જયરામ બધા મકવાણા ની ધરપકડ કરી છે. આ આરોપી નશીલા પદાર્થ કોની પાસેથી લાવ્યો હતો તે અંગે ચોક પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે કતારગામ ઉત્તકલનગર ઝૂંપડપટ્ટી માંથી ગાંજો લાવ્યો હોવાની શક્યતા પોલીસને લાગી રહી છે. તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
2,507 Less than a minute













