
નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળાના બાળકોની ફોરેસ્ટ ઓફીસ ,બેન્ક અને પેવર બ્લોક બનાવનાર ની મુલાકાત
નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો અને સ્ટાફ દ્વારા 10 દિવસ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત ફોરેસ્ટ ઓફીસ સંજેલી , અને પંચમહાલ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેન્ક સંજેલી અને પેવર બ્લોક બનાવનારની મુલાકાત કરવામાં આવી હતી જેમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા જંગલમાંથી મળતી મહત્વની ઔષધિઓ ઉપયોગ વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી. અને પેવર બ્લોક કેવી રીતે બને છે તે મશીન અને બનતા પેવર બ્લોક જોઈને બાળકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને શૈલેષભાઇ સંગાડા દ્વારા મશીન અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી
*રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી*
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ