ताज़ा ख़बरें

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી વિરૂદ્ધ કડક કાર્યવાહી

ગીર સોમનાથ, કોડિનાર તાલુકાના કાજ ગામના સર્વે નંબર-૨૭૫/પૈ.૧ ની હે ૯૬-૦૫-૧૩ ચો.મી. તથા સર્વે નંબર- ૨૭૬ ની હે ૩૦-૭૫-૧૭ ચો.મી., સર્વે નંબર-૨૭૭ ની હે ૭૬ -૬૧-૭૬ ચો.મી. તથા સર્વે નંબર-૨૭૮ ની હે ૪૬-૫૭-૯૪ ચો.મી. જમીન શ્રી સરકાર હસ્તક આવેલ છે.આ પૈકી હે.૫૦-૦૦-૦૦ ચો.મી. જમીન શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીને કલેકટરશ્રી,ગીર સોમનાથના તા.૧૭/૦૯/૨૦૧૪ ના હુકમથી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ હેતુ ફાળવવામાં આવેલ હતી.પરંતુ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, વેરાવળ દ્વારા ઉકત ફાળવણીનો હુકમ રદ કરવા ભલામણ કરતા કલેકટરશ્રી ગીરસોમનાથ દ્વારા તેના તા.૨૦/૧૦/૨૦૧૪ના હુકમથી સદર ફાળવણીનો હુકમ રદ કરવામાં આવેલ.ત્યારબાદ સામેવાળા દ્વારા ઉતરોતર અપીલ કરતા સચિવશ્રી, મહેસૂલ(વિવાદ) દ્વારા કલેક્ટરશ્રી, ગીર સોમનાથ નો તા.૨૦/૧૦/૨૦૨૪ નો હુકમ રદ કરવામાં આવેલ હતો.હાલ સરકારશ્રી પક્ષે સ્પે. સી.એ. નં.૧૩૧૩૮/૨૦૧૭થી નામ.ગુજરાત હાઈકોર્ટમાં ઉકત સચિવશ્રી,મહેસૂલ(વિવાદ)નો હુકમ રદ કરવાદાવો દાખલ કરેલ છે તેમજ હાલ કોઈ મનાઈ હુકમ પણ થયેલ નથી. પરંતુ સવાલવાળી જમીનનો કબ્જો કયારેય કલેકટરશ્રી, ગીર સોમનાથના તા.૧૭/૦૯/૨૦૧૪ ના હુકમ મુજબ સોંપવામાં આવેલ ન હોય તેમજ સવાલવાળી જમીનમાં પ્રવેશવા માટે કોઈ રજાચિઠ્ઠી આપવામાં આવેલ ન હોવા છતાં શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી લી.નાપ્રમુખ તથા અન્ય હોદેદારો દ્વારા પોતાના અંગત આર્થિક લાભ માટે, કોઈ પણ જાતની મંજૂરી વગર કાજ ગામે હે.૭૦-૩૮-૩૩ ચો.મી. જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરીને વર્ષોથી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ કરી આર્થિક ઉપાર્જન કરતા હોવાનું ધ્યાને આવતા મામલતદારશ્રી, કોડીનાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ -૨૦૨૦ હેઠળ તા.૧૮/૦૨/ ૨૦૨૪ ના રોજ સ્યુઓમોટો અરજી કરતા, જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના અધ્યક્ષ સ્થાને તા.૨૪/૦૨/૨૦૨૫ ના રોજ યોજાયેલ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને અન્ય હોદેદારો વિરૂદ્ધ સરકારી જમીનમાં કોઈ પણ જાતની પરવાનગી વગર અનધિકૃત કબ્જો કરીને આર્થિક ઉપાર્જન મેળવતા હોવાના કારણોસર પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી થતાં આજરોજ તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત લેન્ડ ગેબિંગ એક્ટ -૨૦૨૦ની કલમ – ૩,૪(૩),૫(C),૫(E), ૬(૧),૬(૨) હેઠળ મંડળીના પ્રમુખ અનેઅન્ય હોદેદારો સહિત કુલ ૧૧ વ્યક્તિ સામે ગુન્હો નોંધવામાં આવેલ હતો.

 

જીલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!