
——-
વેરાવળ તાલુકાના દેદા થી આછીદ્રા ગામના રસ્તાના દબાણ હટાવવા બાબતની અરજી પરત્વે જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જરુરી કાર્યવાહી માટે વેરાવળ તાલુકાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર દિવ્યેશ નૈયા , તા.૦૬/૦૩/૨૦૨૫ના ૧૧/૪૫ વાગ્યે દેદા ગામે ગયેલ તે વખતે તેઓ છાત્રોડાથી છાપરી (આર.એન્ડ બી.) રોડ ખાતે તેમની કાયદેસરની સરકારી ફરજ બજાવતાં હતાં.
તે દરમ્યાન ગેરકાયદેસર માટી ભરેલ ટ્રેક્ટર રોકાવી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા, આ ટ્રેક્ટર ડ્રાઇવરની તરફેણમાં આવેલ ભીખાભાઇ રાણાભાઇ બારડ, રહે. આછીદ્રા વાળાએ ટ્રેક્ટર જવા દેવાનુ જણાવતા સર્કલ ઓફિસરે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતાં ભીખાભાઇ બારડ પોતે ઉશ્કેરાઇ જઇ ફરીને જેમફાવે તેમ અપશબ્દો બોલી ભુડીં ગાળો બોલી, ધમકીઓ આપી આ ટ્રેક્ટર જવા દેવા બાબતે ઝપાઝપી કરી ધક્કો મારી તથા ગંભીર ઇજા કરવાના ઇરાદે ટ્રેક્ટર ડ્રાઇવરે ટ્રેક્ટર ચાલુ હાલતમાં ભીખાભાઇના સહયોગથી ચલાવી ટ્રેક્ટર ફરીના પગ પર ચઢાવવાની કોશિષ કરી, કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરી ગુન્હો કરતા, સર્કલ ઓફિસર દ્વારા બી.એન.એસ.ની કલમ ૧૨૧(૧), ૧૧૫(૨), ૩૫૨,૩૫૧(૨),૫૪ મુજબનો ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલ કે, સરકારી ફરજના ભાગરૂપે કામગીરી કરતા કોઈ પણ અધિકારી/કર્મચારીના પર આવું કોઈ પણ કૃત્ય સાંખી લેવામાં આવશે નહીં.