એન.સી.સી. સ્થાપના દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ
(નીલકંઠ જોષી દ્વારા રાજકોટ)
રાજકોટ તા. ૨૩ નવેમ્બર – વિદ્યાર્થીઓમાં એક્તા અને અનુસાશનના ગુણ સાથે રાષ્ટ્રભાવના પ્રબળ બનાવતી નેશનલ કેડેટ કોર્પ્સ (એન.સી.સી.) ના ૭૬ માં સ્થાપના દિવસ નિમિત્તે લોકોમાં સંસ્થાની પ્રવૃત્તિ અંગે જનજાગૃતિ અર્થે રાજકોટ ખાતે આજરોજ વિશાળ સાયકલ રેલી યોજાઈ હતી.
ટુ ગુજરાત બટાલિયન એન.સી.સી. હેડ ક્વાર્ટર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કેડેટ્સ, ઓફિસિયલ મળીને ૨૩૦ થી વધુ લોકો જોડાયા હતાં.
ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથને રેસકોર્સ ખાતેથી ફ્લેગ ઓફ કરાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ રેલી ધર્મેન્દ્ર કોલેજ ખાતે એન.સી.સી. કેમ્પસ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીના પ્રારંભે કેડેટ્સ દ્વારા દેશભક્તિના ગીત પર ડાન્સ સ્ટ્રીટ પ્લે સહિતની કૃતિઓ રજુ કરાઈ હતી.