ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા ડાયાબિટીસ મુક્તિ અંગેની યોગ શિબિર યોજાઈ – ૨૦૦ થી વધુ શિબિરાર્થીઓની ઉપસ્થિતિ નેચરોપેથી દિવસ નિમિત્તે નિષ્ણાંતો દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયુ
રાજકોટ તા. ૧૮ નવેમ્બર – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પૂજ્ય રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ આનંદ નગર તથા સરદાર વલ્લભભાઈ પટેલ ભવન માયાણી ચોક મવડી વિસ્તારમાં તા.૧૪ થી ૨૮ નવેમ્બર પંદર દિવસ માટે યોગ શિબિરનુ આયોજન કરાયુ છે. બંને યોગ શિબિરમાં નિષ્ણાંતો દ્વારા કેવી રીતે ડાયાબિટીસથી શરીરને મુક્ત રાખી શકાય તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ડોક્ટર નિશાબેન ઠુમ્મર દ્વારા પ્રાકૃતિક આહાર, ઋતુચર્યા અને દિનચર્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. ડોક્ટર અંકિત તિવારી દ્વારા પ્રાકૃતિક આહાર દ્વારા ડાયાબિટીસ મુક્તિ માટે ફળ આહાર તેમજ નિદ્રા અને યોગ- પ્રાણાયામ-આસન દ્વારા ડાયાબિટીસ માંથી કઈ રીતે મુક્ત થઈ શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. બંને શિબિરમા ૨૦૦ થી વધુ સાધકો રજીસ્ટ્રેશન કરાવી યોગનો લાભ મેળવી રહ્યા છે. શિબિરમાં યોગ પ્રાણાયામ શીખવવાની સાથે ગ્રીન જ્યુસ પણ આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ કમર દર્દના આસનોની જાણકારી આપી હતી.
કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, મીતાબેન તેરૈયા તેમજ શિબિર સંચાલક યોગ કોચ નીતિનભાઈ કેસરિયા, શ્રદ્ધાબેન ગોસાઈ તેમજ ધીરુભાઈ ઠુંમર યોગ શિબિર સંચાલક વેસ્ટ ઝોનમાં રૂપલબેન છગ, ભાવનાબેન ગામી, કિંજલબેન ઘેટીયા તેમજ કોચ અને ટ્રેનરો શિબિરને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે.