Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

જાફરાબાદ બંદર પર ચોમાસાના આગમનને લઇ ૭૦૦ બોટ લગારવામાં આવી..

માછીમારોને બે મહિનાનું વેકેશન, તમામ બોટો દરીયામાંથી પરત ફરી

જાફરાબાદ બંદર પર ચોમાસાના આગમનને લઇ ૭૦૦ બોટ લગારવામાં આવી..

માછીમારોને બે મહિનાનું વેકેશન, તમામ બોટો દરીયામાંથી પરત ફરી

હાલમાં ચોમાસાની ૠતુ શરૂઆત થઈ ચુકી છે. ત્યારે જાફરાબાદ બંદર પર માછીમારીની સીઝન પુરી થતાં બે મહિનાનું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અને તમામ બોટને માછીમાર દ્વારા જાફરાબાદ બંદર પર એકસાથે ૭૦૦ બોટ લાંગરવામાં આવી છે. ખાસ કરીને જાફરાબાદ બંદર જે માછીમારી માટે સૌથી વધારે લોકપ્રિય છે. અહીં બોમ્બે ડંક, માછલી સૌથી વધારે થાય છે. અને તેની વધારે કિંમત આવતી હોવાથી અહીં માછીમારી કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાંથી બહોળી સંખ્યામા બોટો માછીમારી કરવા માટે આવે છે. ચોમાસાની ૠતુના આગમનને લઇને માછીમારો માટે બે મહિનાનું વેકેશન જાહેર કરવામા આવતુ હોય છે. ૧ જૂનથી ચોમાસાની ૠતુની શરૂઆત થઇ ગય છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી કરવી મુશ્કેલ બની જાય છે. ત્યારે ગુજરાત મત્સ્યધોગ દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડયું છે. જેમા આગામી તારીખ ૧-૦૬-૦૨૦૨૪ થી ૩૧-૦૭-૨૦૨૪ સુધી દરીયામાં માછીમારી ન કરવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યધોગ કાયદો- ૨૦૦૩ ની કલમના ભંગ બદલ કાયદાકીય રીતે દંડની વસુલાત કરવામા આવશે. અને વર્ષમાં માત્ર બે જ મહિના માટે જ વેકેશન રહેતુ હોય છે તે સમયમાં માછીમારો ફ્રી હોતા નથી. જેને લઇ સમયનો ઉપયોગ માછીમાર પોતાના પરીવાર સાથે સમય ગાળવા માટે કરતા હોય છે. ઉપરાંત બોટ રીપેરીંગ, પારિવારિક તથા ધાર્મિક પ્રસંગો સહિતનું આયોજન કરવામા આવે છે. આ પછી ૧ ઓગસ્ટથી ફરીથી જાફરાબાદના દરીયામાં માછીમારી શરૂ થઈ જશે. ત્યારે ગુજરાત મત્સ્યધોગના આદેશ મુજબ જાફરાબાદ, શિયાળબેટ દરિયાઇ પટીમાં તમામ બોટ દરીયાઇમાંથી પરત આવી ગયેલ છે. જાફરાબાદ બંદર પર ૭૦૦ બોટ લંગારવામા આવી છે…

Show More
Back to top button
error: Content is protected !!