
વડોદરા સેન્ટ્રલ જેલમાં જડતી સ્કવોડના સ્ટાફ દ્વારા સર્કલ વિભાગ યાર્ડ 12માં બેરેક નંબર 8ના કેદી જીવન સોલંકીની પૂછપરછ દરમિયાન બેરેક નં.6ની સામે ઝાડના થડ પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલો મોબાઈલ ફોન બેટરી સહિત અને સીમકાર્ડ વગરનો મળી આવ્યો હતો.વધુ તપાસમાં આ મોબાઈલ જીવન સોલંકી, કાચા કામના આરોપીઓ ધીરજ કનોજીયા,અલ્પેશ વાગવાણી તથા પાકા કામના કેદી સતીશ પઢીયાર સાથે મળીને વાપરતા હતા.જેલ સત્તાધીશો જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.