સુરત શહેર ના પુણા વિસ્તારમાં સરદાર માર્કેટ પાસે ઇન્ટરસિટી સોસાયટી નજીક ગોડાઉન મા ચાર્જિંગ મા મુકેલ ઈ મોપેડ મા આગ લાગી વળતા ૧૬ જેટલી ઈ મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી. વાત જાણે એમ છે કે ઇવી -5 લોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ના ગોડાઉન મા ઈ – મોપેડ નો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો રવિવારે સવારે ગોડાઉન મા કેટલીક મોપેડ ને ચાર્જીગ કરવા મુકવામાં આવી હતી ત્યારે અચાનક કોઈ કારણસર આગ લાગવાની શરૂઆત થઈ હતી. ફાયબ્રિગેડના જવાનો એ દોઢેક કલાક ની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવા મા સફળતા મળી હતી.
2,503 Less than a minute