गुजरात

પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ.. અગ્રેસર ગુજરાત..ઉપલેટામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો લાભ લેતાં ૯૩૪ ખેડૂતો

પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ.. અગ્રેસર ગુજરાત..

પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ.. અગ્રેસર ગુજરાત..ઉપલેટામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો લાભ લેતાં ૯૩૪ ખેડૂતો

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ 

રાજકોટ, તા. ૭ ડીસેમ્બર – ગુજરાત સરકાર દ્વારા ‘પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ.. અગ્રેસર ગુજરાત’ના ધ્યેય સાથે ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને ટેકનોલોજીથી પરિચિત કરાવવાના હેતુસર તા. ૬ અને તા. ૭ ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓ ખાતે તાલુકાસ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તા. ૬ના રોજ બાગાયતી પ્રાકૃતિક ખેતી – ફાર્મર મીડિયા ટોક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરીને તેમની સમસ્યાનું નિવારણ આપવામાં આવ્યું હતું. ધરતીપુત્રોને નવી ખેત પદ્ધતિઓ અને સહકાર વિભાગના ૨૦ મુદ્દાઓના કાર્યક્રમથી અવગત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રતિભાવ આપ્યો હતો. કૃષિ વિષયક જાણકારીપ્રદ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદર્શન સ્ટોલ, આરોગ્ય મેળો અને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ૨૭૨ સ્ત્રીઓ અને ૬૬૨ પુરુષો એમ કુલ ૯૩૪ ખેડૂતોએ લાભ લીધો હતો.

 

Show More
Back to top button
error: Content is protected !!