गुजरात

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “સુરક્ષિત – અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન

મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “સુરક્ષિત – અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ 

રાજકોટ તા.૦૭ ડિસેમ્બર- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, રાજકોટના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના સ્ટાફ દ્વારા તા.૦૬ ડિસેમ્બરના રોજ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-રાજકોટ ખાતે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને “સુરક્ષિત – અસુરક્ષિત સ્પર્શ” અંગે માહિતી આપવામાં આવી હતી.જેમાં ૯૨ થી વધુ વિદ્યાર્થિનીઓને સુરક્ષિત – અસુરક્ષિત સ્પર્શ વિશે વિસ્તૃત જાણકારી આપી, સુરક્ષા માટેના પગલાંઓ અને જો કોઈ અસુરક્ષિત સ્પર્શની ઘટના બને તો વાલીઓ તેમજ શિક્ષકોને જણાવવા સમજૂત કરવામાં આવી હતી.

 

Show More
Back to top button
error: Content is protected !!