વિદ્યા સહાયકોની ભરતી મામલે ઓડીઓ વાયરલ થતાં રાજકીય પક્ષો આકરા પાણીએ..
સંજેલીમાં બોગસ ભરતી મામલે ઇન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષો નુ મામલદારને આવેદન.
સંજેલી તાલુકાના જસુણી આશ્રમશાળામાં સહાયકોની ભરતીમાં નાણાકીય વ્યવહારો થકી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જેની ઓડીઓ ક્લિપ ગય કાલે સંજેલી તેમજ દાહોદ જિલ્લામાં વાયરલ થતાં શિક્ષણ જગતમા સ્તબ્ઘતાની સાથે ચકચાર મચી જવા પામી છે.
સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓમા શિક્ષણસહાયકો અને વિદ્યાસહાયકોની ભરતીયોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જે થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં સંજેલી મામલદાર કચેરી માં આવેદન પત્ર આપવામાં આવ્યુ
સંજેલી તાલુકામા આવેલ શાળા ઓ છાત્રાલયો આશ્રમ શાળાઓ સંજેલી તાલુકામાં આદીવાસી વિસ્તારમાં આવેલ છે વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી જેમા સંજેલી તાલુકા ની આશ્રમ શાળાઓની અંદર જે સિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકોની ભરતીઓ માં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જે સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજા ધામ સંજેલી દ્વારા સંચાલિત શ્રી રામદેવ આશ્રમ શાળા જસુણી દ્રારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે આ થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં ભ્રષ્ટાચાર બહાર લાવવા અને બાળકોના શિક્ષણના હિતમા તેમજ સાચા લાયક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરીનો લાભ મળે અથવા પસંદગી થાય
બાળકોના હિતમા બાળકોનુ ભાવી એક રૂમની ચાર દીવાલો વચ્ચે ઘડાતું હોય તે માટે આવી ખોટી રીતે શિક્ષકોની ભરતી કરનાર ટ્રસ્ટ સમિતિ અથવા સરકારને ગેરમાર્ગે દોરનાર ભ્રષ્ટાચારી તત્વોને બાળકોના શિક્ષણ ભવિષ્ય સાથે ચેડા કરનાર ને સંજેલી તાલુકાની આમ જનતા જાગૃત નાગરીક તરીકે અમારા ધ્યાને આવેલ છે કે અમારા આદીવાસી બાળકોને જરૂરી એવા સાચા શિક્ષણ તાલિમ ડિગ્રી વાળા Tet,Tat પાસ કરેલ સિક્ષકો હાલમા મળી રહે તેમ હોવા છતા લાખો રૂપિયાની લોભામણી લાલ ચોને કારણે રૂપિયા આપે તેવા ઓછા મેરીટ વાળા નબળા શિક્ષકોની ભરતી સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓ માં કરવામાં આવેલ છે જે તદ્દન સરકારશ્રીના નીતીનીયમ ધારા ધોરણને નેવી મુકી બાળકોના ભવિષ્યની એસી તેસી કરી પોતાની મનમાની કરી લાખો રૂપિયા આપે તેવા શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે જે સંજેલી તાલુકાની આમ જનતા નકારે છે..
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વન્દે ભારત લાઇવ ટીવી ન્યૂઝ