*50 મહિના પહેલા 3 મહિના માટે સસ્પેન્ડ કરાયેલી નેનકી ગામની સરકારી સસ્તા અનાજની દુકાનને આજ દિન સુધી ચલાવતો સંજેલી તાલુકાના સરકારી દુકાનો નો પ્રમુખ*
*સ્થાનિક રહેવાસીએ સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત*
*કાર્યવાહી નહીં કરાય તો અચોક્કસ મુદતના ધરણા કરવાની ચિમકી*
સંજેલી તાલુકાના નેનકી ગામે આવેલી સરકારી સસ્તા અનાજ ની દુકાનની તારીખ 30 12 2019 ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અકસ્મિક તપાસણી કરવામાં આવી હતી અને તપાસણી દરમિયાન આ દુકાનમાં ગંભીર ક્ષતીઓ જણાઈ આવતા આ દુકાનનો પરવાનો તાત્કાલિક અસરથી તારીખ 7 1 2020 થી 3 માસ માટે મોકૂફ કરવામાં આવ્યો હતો અને આ દુકાનના કાર્ડ હોલ્ડરો આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાથી વંચિત ન રહે તે હેતુસર નજીકની સરકાર માન્ય વ્યાજબી ભાવ ની દુકાન ને જોડી આપવા નો હુકમ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આ દુકાન ને જસુણી ગામની દુકાન એકતા સ્વ સહાય જૂથની મહિલા મંડળ ની દુકાન સાથે બીજો હુકમ ના થાય ત્યાં સુધી જોડી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારે આ હુકમ થયો ત્યારથી લઈને આજ દિન સુધી આ દુકાન નું સંચાલન સંજેલી તાલુકાના સરકારી દુકાન ના પ્રમુખ મહેન્દ્ર વેલજી પલાસ દ્વારા કરવામાં આવે છે અને આ સંજેલી તાલુકાના સરકારી દુકાનો ના પ્રમુખ દ્વારા રેશનકાર્ડ ધારકોને પુરતુ અનાજ પણ આપવામાં આવતું નથી તેમજ કુપન પણ આપવામાં આવતી નથી અને માલ સામાન ના પૈસા પણ વધારે લેવામાં આવે છે તે રીતની અરજી સંજેલી તાલુકાના નેનકી ગામના રણછોડ ગવજી પલાસ નામના માજી સૈનિક દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.તેઓએ તાલુકા કક્ષાએથી લઈને રાજ્યકક્ષાએ સુધી આ બાબતે અરજીઓ કરી હતી પરંતુ આ બાબતે સ્થાનિકથી લઈને રાજ્યકક્ષાના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેના પગલે સંજેલી તાલુકાના નેનકી ગામના રણછોડ ગવજી પલાસ નામના માજી સૈનિક દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો ટૂંક સમયમાં આ દુકાન બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તે પોતે ગ્રામજનો સાથે મળીને સંજેલી મામલતદાર કચેરીએ અચોક્કસ મુદતના ધારણા કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને કોર્ટના દ્વાર ખખડાવશે.
ત્યારે આ સમગ્ર બાબતે સંજેલી તાલુકામાં એક જ ચર્ચા વહેતી થવા પામી છે કે વારંવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક થી લઈને રાજ્યકક્ષાના અધિકારીઓ દ્વારા આ દુકાન બાબતે કેમ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
ત્યારે આ બાબતે સંજેલી તાલુકા ના પુરવઠા મામલતદાર પરમારને પૂછતા આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે અમોએ જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી દીધો છે.
ત્યારે હવે આ બાબતે જોવાનું રહ્યું કે સ્થાનિકથી લઈને રાજ્યકક્ષાના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવે છે કે તે પછી અરજદારને અચોક્કસ મુદતના ધારણા ઉપર બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને ખખડાવવા પડશે તે આવનારા સમયમાં જ જાણી શકાશે.
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ