
પાટણ સીટી બી ડીવી પો.સ્ટે.ના અપહરણ – પોક્સોના ગુન્હામા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યો
પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોસ્કોના ગુનામાં સંડોવાયેલ અને પોલીસથી નાસતા-ફરતા આરોપીને પાટણ ફલૉ સ્કોવોડૅની ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલૉ અને વચગાળાના, જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ સુચના આધારે પાટણ ફ્લો ટીમ સરસ્વતી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ સીટી બી ડીવીજનના પોક્સો એક્ટ વિ.મુજબના તથા નામદાર ત્રીજા એડી.ડીસ્ટ્રીક જજ.સા.પાટણના પોક્સો કેસ.નં.૩૫/૨૦૨ વિ.મુજબના કામે નાસતા-ફરતા આરોપી સંજયજી બાબુજી કપુરજી ઠાકોર રહે.અઘાર,તા.સરસ્વતી,જી.પાટણવાળા નાસતા-ફરતા હોઈ જેઓ ચોરમારપુરા, અંબાજી માતાના મંદીરે હાજર હોવાની હકીકત મળતા ફલૉ સ્કોવોડૅ સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ જતાં ઉપરોક્ત નાસતા-ફરતા આરોપી મળી આવતા તેઓને આબાદ ઝડપી સી.આર.પી.કલમ.૪૧(૧)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા પાટણ સીટી બી ડીવીઝન ખાતે સુપ્રત કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીનુ નામ સરનામુઃ
સંજયજી બાબુજી કપુરજી ઠાકોર રહે.અઘાર, તા.સરસ્વતી, જી.પાટણ જ્યારે બાતમી મેળવનાર અધિકારી-કર્મચારીઃ- હેડ કોન્સ પ્રવિણસિંહ શેલાજા છે.