ताज़ा ख़बरें

પાસા ધારા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા હુકમ કરતા કૃણાલ ઉર્ફે સુજલ રવિભાઈ બાંભણીયાની અટકાયત

આરોપીની ભયજનક વ્યક્તીની કેટેગરીમાં અટકાયત કરી ખાસ જેલ,ભુજ ખાતે મોકલાયો.

ગીર સોમનાથ,તા.૦૭મી માર્ચ: જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક

 

પ્રવૃત્તિ આચરતો ઈશમ કૃણાલ ઉર્ફે સુજલ રવિંભાઈ બાંભણીયા, ઉ.વ.૧૯, રહે.ઉના કે જેઓ વિરુદ્ધ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી છરી, તલવાર વિગેરે પ્રકારના તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના, ભારતીય ફોજદારી ધારાના પ્રકરણ -૧૬,૧૭ અને ૨૨ તથા ભારતીય ન્યાય સહિતાના પ્રકરણ – ૬,૧૯ ની કલમોના ભંગના કુલ – ર(બે) તથા અન્ય ધારા હેઠળના -૮(આઠ) એમ કુલ -૧૦ (દશ) જેટલા ગુન્હા ઉના તથા અન્ય પો. સ્ટે. ખાતે નોંધાયેલા હતા.

 

આ ઈશમ ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.૦૭/૦૩/૨૦૨૫ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!