गुजरात

પાટણના મોટા મહંમદીવાડા મા દુષિત પાણી આવતું હોવાના મામલે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત

 

પાલિકા તંત્ર ને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય : ગાંધી ચિંધ્યા માગૅ પર આંદોલનની ચિમકી: પાટણ શહેરના વોર્ડ નંબર ૧૦ મા આવતા મોટા મહમંદીવાડા મા છેલ્લા કેટલાક દિવસો થી દુષિત અને દુગૅધ યુક્ત પાણી આવતું હોવાની સમસ્યાને લઈને વિસ્તારના રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થવા પામી છે.

આ સમસ્યા બાબતે વિસ્તારના નગરસેવકો સહિત પાલિકા સતાધીશો ને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આ દુષિત પાણીની સમસ્યા નું નિરાકરણ નહિ આવતા રહીશોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

શહેરના વોડૅ નં.૧૦ વિસ્તારના મોટા મોહંમદી વાડા ના રહીશોની દુષિત પાણીની સમસ્યા મામલે પાટણ જિલ્લા કોગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના આગેવાન ભૂરાભાઈ સૈયદ ને જાણ થતાં તેઓએ વિસ્તારમાં પહોચી જાત તપાસ હાથ ધરી વિસ્તારમા દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવતું હોવાનું ધ્યાને આવતાં તેઓએ વિસ્તારની આ સમસ્યા નું તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી ગાધી ચિધ્યા માગૅ પર આંદોલન કરવાની ચિમકી આપી હતી.

Show More
Back to top button
error: Content is protected !!