ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરવામાં એવું હતું,ઈન્ક્મટેક્સ વિભાગે અમદાવાદ અને વડોદરામાં કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી શરૂ કરી હતી.અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યુ હતું.વડોદરામાં ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં,જયારે અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના,વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ઇન્કમટેક્સસે તવાઈ બોલાવતા બિલ્ડર લોબીમાં હલચલ મચી ગઈ હતી.ઈન્ક્મટેક્સની તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.
2,504 Less than a minute