
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા છે . બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે.