સુરત શહેર ના લિંબાયત વિસ્તારમાં આવેલ માઉન્ટ મેરી સ્કૂલ ના સંચાલકોએ આજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને વાર્ષિક પરિક્ષા આપવા નહી દેતા વાલીઓ એ સ્કૂલ ની બહાર ભેગા મળીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. શિક્ષણ વિભાગ ના નીતિ નિયમો લાગુ ન પડતા હોય તેમ સંચાલકો એ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને જોખમમાં મુકી દીધું હતું. આ ગરીબ વિદ્યર્થીઓનો વાક એટલોજ હતો કે તેમના વાલીઓએ ફી ભરી નહોતી. આ પ્રકારની ઘટના મા વિદ્યાર્થીઓના માનસ અને ભવિષ્ય ઉપર ગંભીર અસરો પહોંચી શકે છે. આ બનાવ ને ગંભીરતાથી લઈ ડી ઈ ઓ તરફથી સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી છે
2,511 Less than a minute