
બે વર્ષ પ્રેમી સાથે રહી હોય તો શરીર સંબંધ મહિલાની સંમતિથી થયાનું ગણાયઃ હાઇકોર્ટ
• ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોઃ આરોપ સામે ફરિયાદ રદ્દ કરવાના આદેશને હાઇકોર્ટની બહાલી
• ‘મહિલા પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ અન્ય પુરૂષ સાથે બે વર્ષ સુધી પત્નીની જેમ રહે અને અને તેની સાથે ગોવા ફરવા માટે પણ જાય ત્યારે આવા કિસ્સામાં પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાની સ્પષ્ટ સંમતિ ગણાય. આ સંમતિ કોઈ હકીકતની ગેરસમજના કારણે આપી દેવામાં આવી હોવાનું પણ ઠરાવી શકાય નહીં.’
• મહિલાઓ દ્વારા થતી રેપની ફરિયાદોના મામલાઓથી સંબંધિત એક કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ રાજ્ય સરકારની રિવિઝન અરજી રદ કરતા અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.