गुजरात

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષામાં ભાયાસર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ઉતીર્ણ ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ બદલ શાળાનું શિલ્ડ આપીને સન્માન

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષામાં ભાયાસર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ઉતીર્ણ ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ બદલ શાળાનું શિલ્ડ આપીને સન્માન

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ 

રાજકોટ તા. ૦૪ ડીસેમ્બર – ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધો. ૫ માટે લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃતિ પરીક્ષામાં રાજકોટ તાલુકાની ભાયાસર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યુ છે. વિદ્યાર્થીઓશ્રી જેવિન ભાલાળા, તુલસી ડાભી અને ક્રિષ્ના ચાવડાએ આ શિષ્યવૃતિ પરીક્ષા ઉતીર્ણ કરીને શાળાની યશ કલગીમાં વધારો કર્યો છે.

આ ઉપરાંત, ભારત વિકાસ પરિષદની આનંદનગર શાખા દ્વારા લેવાયેલી ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં આ શાળાના બે વિદ્યાર્થીઓશ્રી આદિત્ય બાવળિયા અને અનમોલ ચૌહાણએ ભાગ લઇને ઉત્તમ દેખાવ કર્યો હતો. જે બદલ ભારત વિકાસ પરિષદ દ્વારા ગત તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૪ના રોજ શાળાને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યુ હતું, તેમ ભાયાસર પ્રાથમિક શાળાની યાદીમાં જણાવાયું છે.

 

Show More
Back to top button
error: Content is protected !!