गुजरात

રાજકોટમાં કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર ક્રાઇમ અને ફાઇનાન્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

રાજકોટમાં કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર ક્રાઇમ અને ફાઇનાન્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો ડિજિટલ ફ્રોડ, રોકાણ-બચત, ડિમેટ અકાઉન્ટ વિષયક વિગતવાર સમજ અપાઈ

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ 

રાજકોટ તા. ૦૪ ડીસેમ્બર – રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ડોક્ટર જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન ટીમ દ્વારા માતૃશ્રી વીરબાઈ મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજ ખાતે તારીખ ૪ ડીસેમ્બરના રોજ સાયબર ક્રાઇમ અને ફાઇનાન્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમથી થતા ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, સરકારની બચત યોજનાઓ જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવડન્ટ ફંડ વિષે જાણકારી પૂરી પડાઈ હતી. તેમજ સુગમ નિવૃત્તિનું આયોજન, સરકારની એન.પી.એસ. અને અટલ પેન્શન યોજનાનો લાભ, નાણાકીય છેતરામણીથી બચવાના ઉપાય, મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ, ડિમેટ અકાઉન્ટ વિષયક ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વિગતવાર સમજ અપાઈ હતી. આ કાર્યક્રમનો અંદાજિત ૧૦૦ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. આ તકે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી અને કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

Show More
Back to top button
error: Content is protected !!