મહિસાગર જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા દ્વારા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સ્પેશ્યલ ડ્રાઈવનું અઆયોજન કરેલ હતું. જે સુચના અનુસંધાને સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર પી.આર. કરેણના માર્ગદર્શન તથા સુચના હેઠળ સ્ટાફના માણસોની ટીમની રચના કરવામાં આવેલ હતી. તે દરમિયાન કોઠંબા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપી વિજયભાઈ બાબુભાઈ પગી રહે.જુની શિંગનલી તા.લુણાવાડા જી.મહીસાગર નાનો ભોગ બનનારને ભગાડી લઈ હાલ ભોગ બનનારની સાથે સુસ્ત જીલ્લાના કામરેજ ખાતે રહેતો હોવાનું ટેકનીકલ સર્વેલન્સ તથાસી.ડી.અર. એનાલીસીસ આધારે જણાઈ આવતા તે આધારે તપાસ કરતા અઆરોપી તથા ભોગ બનનાર સુરત જીલ્લાના કામરેજ ખાતેથી મળી આવતા હસ્તગત કરી પરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
2,501 Less than a minute