गुजरात

પાટણ જિલ્લાના સાંતલપુર ના જાખોત્રા ગામમાં પાણીના પોકારો વચ્ચે તંત્રના નલ સે જલ યોજનાના દાવા પોકળ બન્યાં

ગ્રામજનોમા યુદ્ધ જેવા દ્રશ્યો નું નિમૉણ” ઉનાળાના દિવસોમાં પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાણીના પોકારો ઉઠતા જિલ્લામાં નલ સે જલ યોજના ની કામગીરી ના દાવા કાગળ પર હોય તેમ પોકળ બન્યાં હોવાની લોકો પ્રતિતી કરી રહ્યા છે.

 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે ઉનાળાની શરૂઆત થી જ પાણીની સમસ્યા સજૉવા પામી હતી જે સમસ્યા ને નિવારવા તંત્ર દ્વારા ટેન્કર મારફતે ગ્રામજનોને પાણી પહોચાડવાની ફરજ પડતાં ટેન્કર મુક્ત ગુજરાતના આ ગામડામાં ટેન્કર રાજ ના દ્રશ્યો જોવા મળતા તંત્રના નલ સે જલ યોજના ના દાવાઓ ફક્ત કાગળ પર ના હોવાની સાથે પોકળ બન્યાં હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે.

જાખોત્રા ગામે પાણી ની રામાયણ ને લઈને તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવતા ગામમાં પાણીનું ટેન્કર આવતાની સાથે જે લોકો પાણીની લૂંટ કરતા હોય તેવા દ્રષ્યો સર્જાય રહેલા જોવા મળે છે.ગામમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા કારણે પીવાનું પાણી સમયસર અને પૂરતું ના આવતું હોવાથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે.

પરંતુ પાણીનું ટેન્કર આવતાની સાથે જ પાણી ભરવા માટે લોકો પડાપડી કરતાં યુદ્ધ જેવા દ્રશ્યો સજૉતા હોય છે. ગામમાં સંપ છે પરંતુ તેમાં પૂરતું અને સમય સર પાણી નાખવામાં ન આવતા ગ્રામજનોને ટેન્કર ના સહારે પાણી મેળવવાની ફરજ પડી છે.

Show More
Back to top button
error: Content is protected !!