Lok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरेगुजरातताज़ा ख़बरेंसूरत

વાપી અને પાલઘરમાં માલગાડી ખડી પડતાં રેલ વ્યવહાર ખોરવાયો

એકની એન્જિન બગડ્યું તો બીજીનાં વેગન ખડી પડ્યા

વાપીમાં ફાટક નજીક એક માલગાડી ટ્રેનના એન્જિન માં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની છે. બીજા બનાવમાં પાલઘર યાર્ડ ખાતે માલગાડીના વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ પાંચથી વધુ વેગન પલટી મારી જતાં મુંબઈ – સુરત સેક્શન ની લાઈન ને અસર થઈ હતી. ઘટનાને પગલે તાત્કાલિક વલસાડ થી રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રેલ્વે વિભાગે રિસ્ટોરેસન નું કામ ચાલુ કર્યુ હતું. આ ઘટનાને કારણે સુરત – મુંબઈ – સુરત વચ્ચેના રેલ વ્યવહાર ને અસર થઈ હતી. દસ જેટલી ટ્રેન ટુકાવાય હતી. જ્યારે અન્ય ટ્રેનો નાં રૂટ બદલ્યા હતાં.

Show More
Back to top button
error: Content is protected !!