Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

રાજુલામાં કાયમી ચીફ ઓફિસર માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆતકરી

આગામી ટૂંક સમયમાં આ પ્રશ્ન ઉકેલો છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું....

રાજુલામાં કાયમી ચીફ ઓફિસર માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆતકરી….

રાજુલા નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમા જણાવ્યુ હતુ કે, રાજુલા શહેરમાં વિકાસ અને વસ્તીને દ્રષ્ટિએ દિન પ્રતિ દિન વિસ્તરતું જાય છે. ઉપરાંત નગરપાલિકાના વિકાસના અને લોકોના કામો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. જેમા સફાઈ, પીવાનું પાણી અને વર્ષાઋતુના ભરાયેલ પાણીના નિકાલ તેમજ વિવિધ કામગીરી સતત ચાલુ રહેતી હોય છે. રાજુલા શહેરમાં છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડેલ છે. અને સાવરકુંડલાના ચીફ ઓફિસરને વહીવટી ચાર્જ સોંપવામાં આવેલ છે. જેથી કાયમી પાલિકાના ચીફ ઓફિસર ન હોવાને કારણે કામગીરીમાં ખૂબ જ મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. રાજુલા શહેરમાં વસ્તી અંદાજે ૫૦,૦૦૦ ઉપર નીચે તમામ બાબતે તાત્કાલિક ઓફિસર મૂકવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રજૂઆત કરી હતી. આગામી ટૂંક સમયમાં આ પ્રશ્ન ઉકેલો છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું….

Show More
Back to top button
error: Content is protected !!