
ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ થઈ. રાજ્યની મતદાનની ટકાવારી 59.51જેટલું મતદાન થવા પામ્યું હતું. જ્યારે વલસાડ બેઠક પર સૌથી વધુ 72.24 ટકા જેટલું મતદાન થયું હતુ. અંતિમ આંકડા હજી સુધી બહાર આવ્યા નથી. કેટલાક સ્થળે મતદાન નો બહિષ્કાર પણ કરવામા આવ્યો હતો. ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠા ના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે રાજકોટ માં ગેસ સિલિન્ડર માથે મૂકીને લોકો મતદાન કરવા જતા જોવા મળ્યા હતા.