
ઉત્તર ગુજરાત તરફથી સુરત આવી રહેલી એક પેસેન્જર ભરેલી ખાનગી લકઝરી બસ ધોરણ પારડી નજીક હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા સુરત જિલ્લા ટ્રાફીક પોલીસ ઘટનસ્થળે પહોંચી ગઈ હતી. અને ઈજા ગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચાર જેટલા મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. આમ જો ખાનગી લક્ઝરી બસો વાળા બેફામ બસો હંકારીને પેસેન્જર નાં જીવને જોખમમાં મૂકી રહ્યાં છે. તો આમાં જવાબદારી કોની તે પણ એક સવાલ ઊભો થઇ રહ્યો છે.